Uncategorized

રાજ્યમાં ફરી એક વાર લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા-જાણો વિગતે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાં ફરીવાર લોકડાઉનની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જોકે, રાજ્યમાં ફરીવાર લોકડાઉન લાગુ કરવામાં નહી આવે.

કોરોનાના કારણે રાજ્યના ચાર મહાનગરમાં દરરોજ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકાર કોરોનાનું સંક્રમણ રોકવા માટે કટીબદ્ઘ છે. લોકોને તુરંત કોરોનાની સારવાર મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેથી લોકોને ડરવાની જરૂર નથી. લોકો સરકારની એસઓપીનું પાલન કરે અને માસ્ક પહેરે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની રસી માટે એક હજારથી વધુ લોકો પર ટ્રાયલ ચાલુ રહ્યુ છે. અને ચાર તબક્કામાં રસી આપવામાં આવશે. કોરોનાની રસી પહેલા ફ્રન્ટલીન વોરિયર્સને આપશે, જે બાદ કોરોના વોરિયર્સ, 50 વર્ષથી ઉપરના વ્યક્તિ, અને 50 વર્ષથી નીચેના દર્દીઓ જેઓ બીમારીથી જજુમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *