GUJARAT Uncategorized

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રદીપસિંહ જાડેજાએ લગ્નને લઈને આપી આ મોટી છૂટ-જાણો વિગતે

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે . જોકે લગ્ન સમારંભમાં તંત્ર દ્વારા 100 લોકોને જ છૂટ આપવામાં આવી આ પહેલા લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં હતી . પરંતુ હવે લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે પ્રદીપસિંહ એ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે , દિવસે યોજાનારા લગ્નપ્રસંગમાં પોલીસની મંજૂરીની જરૂર નથી . લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહ્યું કે , રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ યથાવત રહેશે . ત્યાં જ કર્યુગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ તેમને સૂચના આપી છે .

આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે , રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી છે . દરમિયાન રાજકોટમાં બનેલી ઘટના પ્રત્યે દુ : ખ વ્યક્ત કરતા પ્રદીપસિંહે કહ્યું કે , એ.કે. રાકેશ આ મામલે 3 દિવસમાં અહેવાલ રજૂ કરશે . અને તપાસ માટે SIT ની રચના કરાઈ છે . ઘટનામાં બેદરકારી અને આગના કારણોની તપાસ થશે . જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લગ્ન સમારંભોમાં કેટલા લોકો જાય છે અને ત્યાં જાનૈયાથી લઇ અન્ય લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહી તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે કે નહી તેનું ખાસ ધ્યાના રાખવામાં આવી રહ્યું છે . જો લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક , સોશિયલ ડિસ્ટનિંગનું પાલન ન નહી કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *