GUJARAT

રેશન કાર્ડ ધારકો ને મળશે આ તારીખ સુધી મફત માં અનાજ-જાણો વિગતે

ગુજરાતના તમામ એનએફએસએ રેશનકાર્ડધારકો તથા નોન એનએફએસએ બીપીએલ રેશનકાર્ડના લાભાર્થીઓને ‘ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ‘ યોજના હેઠળ નવેમ્બર માસનું મળવાપાત્ર વિનામૂલ્ય અનાજનું વિતરણ હવે તા .૫ ડિસેમ્બર ૨૦૨૦ સુધી કરી શકાશે . નવેમ્બર માસનો વિનામુલ્ય આપવાનો થતો પુરવઠો તા .૩૦ નવેમ્બર સુધી આપવાનો હતો જેની તારીખ હવે લંબાવી દેવાઇ છે . કોરોના મહામારીની વકરતી સ્થિતિ , કરફ્યુ તેમજ અન્ય કેટલાક સંજોગોને ધ્યાને લેતા અન્ન અને નાગરિક પુરવઠા ખાતા ગાંધીનગર દ્વારા લાખો કાર્ડધારકોના હિતમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો છે

One Reply to “રેશન કાર્ડ ધારકો ને મળશે આ તારીખ સુધી મફત માં અનાજ-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *