GUJARAT INDIA

આજથી રાજ્યના આ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ન લેવા મોદી સરકારનો આ મોટો નિર્ણય-જાણીને ખુશ થઈ જશો

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પકવાન ઓવરબ્રિજ , સરખેજ – સાણંદ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા . નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે , 44 કીમીના સીક્સ લેનના પ્રથમ ચરણનું કામ અંતર્ગત આજે બે બ્રીજ ચાલુ કરશું . આજે આનંદ છે આપણા નેતા- સાંસદ- કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે . જ્યારે પણ જરૂર પડે મુખ્યમંત્રી કે હું જ્યારે ફોન કરીએ તરત જ વિકાસના કામો થાય છે . અમિતભાઇ વ્યસ્ત હોવા છતાં વિનંતીને માન રાખી આશિર્વાદ લોકાર્પણ કરવા એક જ મિનિટમાં સમય આપ્યો છે . તેમણે ઉમેર્યું હતું કે , ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે

કેંદ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક જ શહેર છે માત્ર નામ અલગ છે . સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવું યોગ્ય નથી અને કેંદ્ર સરકારે કોઈ પણ ટોલ ન લેવાની મંજુરી આપી . ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલા નહીં લેવાય . કોરોનામાં અનેક અઘરુ હતુ છતાં પ્રોજેક્ટ આગળ ચાલ્યો . 15 હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ છે . તેમણે જણાવ્યું હતું કે , 2620 કરોડના ખર્ચે અમદાવાદ બામણબોરનું કામ હાલ ચાલુ છે . બેટ દ્રારકા જવાના રોડનું કામ પણ હજુ ચાલુ છે . શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ ફાટક મુક્ત ગુજરાતની જોગવાઇ કરી , જેના માટે 50 % રેલ્વે અને રાજ્ય સરકારના ખર્ચે કામ ચાલે છે . હાલ 3400 કરોડના ખર્ચે 68 બ્રિજના કામ ચાલુ છે . 72 ફાટક પર હાલ ફાટક મુક્ત ગુજરાતનું કામ ચાલુ છે . ત્રણ ચાર વર્ષમાં ફાટક મુક્ત રાજ્યમાં ગુજરાત પહેલુ રાજ્ય બનશે .

One Reply to “આજથી રાજ્યના આ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ન લેવા મોદી સરકારનો આ મોટો નિર્ણય-જાણીને ખુશ થઈ જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *