INDIA

રાજ્યસભાના ભાજપના આ દિગગજ નેતાનું દુઃખદ અવસાન, પીએમ પણ શોક વ્યક્ત કર્યો-જાણો વિગતે

ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. તેઓ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. જે બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. હાલમાં તેમનું નિધન થયું છે.

ચેન્નઈમાં ફેફસાંના નિષ્ણાંત ડૉ. બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવતી હતી. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.ગુજરાત ભાજપાના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.

PM મોદીએ ટ્વીટ કર્યું કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. એ દુ:ખદ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર, રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર વ્યક્તિ ગુમાવી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *