GUJARAT

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી ઠંડીને લઈને કરી મોટી આગાહી-જાણો શું કહ્યું

હવામાન વિભાગની સાથે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અને માવઠાની આગાહી કરી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડીનું પણ પ્રમાણ વધશે.મહત્ત્વની વાત છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી બરફ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ગુજરાતનું તાપમાન નીચું જઈ રહ્યુ છે.

હિમવર્ષાની સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે અને આગામી બે દિવસ આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધશે.દેશમાં સૌથી વધારે ઠંડી દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પડવાનું હવામાન વિભાગ શક્યતા દર્શાવી રહ્યુ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડીનું પણ પ્રમાણ વધશે. આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *