Uncategorized

રાજ્યનું આ ગામ બન્યું દેશ માટે મિસાલ: કોરોનાને નાથવા કરાયું લોકડાઉન-જાણીને નવાઈ પામશો

ગુજરાત આખામાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે . રોજે રોજ અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે તો અનેક લોકો કોરોના વાયરસથી સંક્રમિત પણ બની રહ્યાં છે . કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જ શ્રેષ્ઠ ઉપાય છે પરંતુ તેને હવે ફરીવાર લાગુ કરવું કપરૂ છે . પરંતુ સાબરકાંઠા નું એક ગામ દેશ આખા માટે ઉત્તમ ઉદાહરણ બન્યું છે . સાબરકાંઠાના ચોરીવાડ ગામ માં લોકોએ સ્વૈચ્છિક આંશિક લૉકડાઉન જાહેર કર્યું છે . કોરોના સંક્રમણ અટકાવવા અહીં 10 દિવસ આંશિક લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે . સાથે જ માસ્ક ના પહેરનારાઓ પર ગામમાં જ આકરો દંડ વસુલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . ગામમાં ફેરિયાઓને પણ નો એન્ટ્રી જાહેર કરાઈ છે .

સાબરકાંઠાના ઈડરના ચોરીવાડમાં અત્યાર સુધીમાં 10 જેટલા કોરોના પોઝીટીવના કેસો આવ્યા છે . જેથી અહીં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 10 દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આજથી 10 દિવસ માટે ચોરીવાડ ગામ બંધ રહેશે . 1 ડીસેમ્બર થી 10 ડીસેમ્બર સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી જ ગામમાં દુકાનો ખુલ્લી રહેશે . જરૂરી સેવાઓ જેવી કે દૂધ , શાકભાજી , મેડીકલની દુકાનો જ ખુલ્લી રહેશે . આ ઉઅરાંત 11 વાગ્યા બાદ કોઈ પણ દુકાનો . ખોલશે તો રૂ 1100 દંડ વસુલ કરવામાં આવશે . કોરોનાનું સંક્રમણ અટકાવવા સ્વયં જાગૃત બનેલા ચોરવાડના ગ્રામજનોએ ગામમાં માસ્ક નહી પહેરનારા પાસેથી રૂ 200 નો દંડ વસુલ કરવાની જાહેરાત પણ કરી છે . તેવી જ રીતે બાયો બબલ માફક ગામમાં બહારના ફેરિયાને કોઈ પણ પ્રવેશ પર પણ પ્રકારનો પ્રતિબંધ લગાવી દીધો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *