GUJARAT

હાઇકોર્ટનો સ્પષ્ટ નિર્ણય: હવેથી આ પ્રકારનાં વસ્ત્રો નહિ ચાલે માસ્ક તરીકે, ફરજિયાત પહેરવું પડશે માસ્ક-જાણો અહેવાલ

શહેરમાં છેલ્લા બે દિવસમાં થ્રી-લેયર અને એન-95 માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો.જશુભાઈ પટેલ જણાવે છે કે, હાલમાં કોરોનાની કોઈ વેક્સિન ન હોવાથી માસ્ક પહેરવું એ જ કોરોનાની વેક્સિન સમાન છે. દિવાળીમાં માસ્ક ન પહેરવાને લીધે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કારણે હાઈકોર્ટે કડક પગલાં લેવાનાં આપેલાં સૂચનોથી બે દિવસમાં શહેરના મેડિકલ સ્ટોર્સમાં માસ્કનું વેચાણ વધ્યું છે. બે દિવસમાં અંદાજે 30થી 40 ટકા થ્રી-લેયર, એન-95 માસ્કનું વેચાણ વધ્યું છે.

ભૂતપૂર્વ ન્યાયાધીશ ડો. જયોત્સના યાજ્ઞિકે જણાવ્યા અનુસાર કોઈ પણ સુસંસ્કૃત સમાજનો પાયો કાયદાનું શાસન હોય છે. સોશિયલ કોમ્યુનિટી સર્વિસની વાત કરીએ તો તે દંડ નથી, પણ એક પ્રકારની મરામત છે, જેણે ભૂલ કરી તેના કારણે નિર્દોષ વ્યક્તિ ભોગ બને છે. ભોગ બનનારી વ્યક્તિની સ્થિતિની મરામત કરવાનો દૃષ્ટીકોણ છે. દંડનો ઉદ્દેશ ભય છે, પણ આ દંડથી પણ વધુ છે, કારણ કે તેનાથી ચોક્કસ પ્રકારનો ભય પેદા થાય છે. સમાજ પરત્વે વધુ ને વધુ જવાબદાર બને તે મુખ્ય હેતુ છે.

ભૂલ કરનારી વ્યક્તિને સુધારવાનો ઉદ્દેશ છે, પણ કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં નોન મેડિકલ સર્વિસ આપવાના નિર્ણયથી મને ચિંતા થાય છે. આવી ભૂલ કરનારી વ્યક્તિને જે ચિંતા થશે તેની મને ચિંતા થાય છે. અસામાન્ય સંજોગોમાં કેટલાક લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તો તેમના માટે થોડો અપવાદ રાખવો જરૂરી છે. જેમ કે મેડિકલ ઇમરજન્સીમાં જતી વખતે કોઈ વ્યક્તિ માસ્ક ભૂલી જાય તો તેમને અપવાદરૂપ ગણીને માફ કરવા જોઈએ. તો ચોક્કસ સર્વોત્તમ પરિણામ મળશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “હાઇકોર્ટનો સ્પષ્ટ નિર્ણય: હવેથી આ પ્રકારનાં વસ્ત્રો નહિ ચાલે માસ્ક તરીકે, ફરજિયાત પહેરવું પડશે માસ્ક-જાણો અહેવાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *