INDIA

MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થયું અવસાન

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે જ તેમને હાર્ટ-અટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું છે.

ઉદ્યોગજગતમાં યોગદાન આપવા માટે મહાશય ધર્મપાલને ગયા વર્ષે જ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. તેઓ 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસર આવ્યા હતા. ત્યાંથી દિલ્હી આવ્યા અને એક નાનકડી દુકાનમાં તેમણે વેપારની શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *