INDIA

ભારતના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી મોટી આગાહી-જાણો વિગતે

સાઉથના આ બે મોટા રાજ્યો તામિલનાડુ અને કેરળમાં નિવાર બાદ વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા હાલ ઉભી થઇ છે. આવતીકાલે કેરળ અને તામિલનાડુમાં બુરેવી વાવાઝોડુ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાને પગલે બે હજારથી વધુ રાહત શિબિર કાર્યરત કર્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે.

પીએમ નરેંદ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને દરેક મદદનું આશ્વાસન આપ્યું છે. વિજનયને કહ્યું કે, હવામાન વિભાગ અનુસાર, તિરુવંનતપુરમ, કોલ્લમ, પથનમોર્થેટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં પાંચ ડિસેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

NDRFની આઠ ટુકડીઓ પણ કેરળ પહોંચી ગઈ છે. બુરેવી વાવાઝોડાને પગલે 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરમાં મોકલી દેવાામં આવ્યા છે. એયરફોર્સ અને નેવી રેસક્યુ ઓપરેશન્સ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *