GUJARAT INDIA

કોરોનાના કહેર વચ્ચે PM મોદી ફરી એકવાર આવી રહ્યા છે ગુજરાત, જાણો શું કરશે મોટું કામ

પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 14 અને 15 મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે અને તેઓ કચ્છમાં માંડવી ખાતે ડીસોલીનેશન પ્લાન્ટમાં ખાતમુહર્ત કરવાનું છે તેમજ 14 મીની રાત્રે કચ્છના ટેન્ટ સીટીમાં રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા છે.

આ ઉપરાંત ખાવડામાં સોલર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ ની માહિતી આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીના હસ્તે 15 મી ડિસેમ્બરના રોજ કચ્છમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર અને વિંડ, બોર્ડર વિસ્તારના રણ પ્રદેશમાં 30 હજાર મેગાવોટ દુનિયાના સૌથી મોટા પાર્ક રિન્યુએબલ એનર્જીનું ખાતમુરત કરવામાં આવશે.

One Reply to “કોરોનાના કહેર વચ્ચે PM મોદી ફરી એકવાર આવી રહ્યા છે ગુજરાત, જાણો શું કરશે મોટું કામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *