DELHI INDIA

ખેડૂતોનું આંદોલન રહેશે યથાવત, નવા કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરતા ખેડૂતોની માંગણીઓનો સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણી ઉપર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની રજૂઆત કરી હતી. સરકાર દ્વારા પ્રસ્તાવ પર આંદોલન 35 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની તરફથી ઠંડી પ્રતિક્રિયા મળી હતી. ખેડૂત સંગઠનો ત્રણેય નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂત સંગઠન ના પ્રતિનિધિઓ સાથે વિજ્ઞાન ભવનમાં બેઠક માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની સાથે રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશ હાજર રહ્યા હતા.નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણીઓને સરકારે જવાબ આપતા કહેવામાં આવ્યું કે, તમને બિલમાં જે ખામીઓ લાગે છે તેમને તબક્કાવાર અને સારી રીતે લખીને આપે.

આગામી બેઠકમાં આ મુદ્દે ફરીથી તે અંગે વાત કરવામાં આવશે અને સરકાર ઈચ્છે છે કે એક સમિતી બનાવવામાં આવે, જેમાં ખેડૂતોનો 5 થી 6 ટકા પ્રતિનિધિઓ આવે અને તેમના અધિકારી, કૃષિ નિષ્ણાંતો સાથે પણ હોય અને સરકારનું તે પણ કેવું છે કે ત્રણેય ખેડૂતોના હિતમાં હોય પછી જો તમને લાગે છે કે, બિલમાં ખામીઓ છે તે લેખિતમાં લાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *