INDIA Uncategorized

ભાજપના આ મંત્રીએ કોરોના વેક્સિન લીધા પછી 14 દિવસમાં જ ફરી કોરોના પોઝિટિવ-જાણીને ચોંકી જશો

માત્ર 5 જ દિવસ પહેલા કોવિડ-19ની રસી લેનાર હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત થયો છું. હાલ સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને સલાહ આપવા મંગુ છું કે, પોતાનો કોરોના ટેસ્ટ જરૂર કરાવે.

સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કો-વેક્સીનના ટ્રાયલમાં વોલિન્ટિયર તરીકે કોરોનાની રસી લીધી હતી. તેના બાદ પણ તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભારત બાયોટેક અને ICMRની દવા કોવેક્સીનના ત્રીજા તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે પહેલા જ જાહેરાત કરી હતી કે, તેઓ કોવેક્સીન પરીક્ષણમાં વોલિન્ટિયર તરીકે ખુદ સૌથી પહેલા કોરોનાની રસી લેશે, તેમ છતાં રસી લીધા બાદ પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *