DELHI INDIA

કૃષિબીલનો વિરોધ કરતા ખેડૂતોએ આ દિવસે કરી ભારત બંધની જાહેરાત-જાણો વિગતે

મોદી સરકારના નવા ત્રણ કૃષિ બિલનો હાલ વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનને વધુ તેજ કરવાની તૈયારીમાં છે. ખેડૂતો દ્વારા 8 ડિસેમ્બરના રોજ ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂત આવતી કાલના રોજ પ્રધાનમંત્રી મોદી નું પૂતળું સળગાવવાની જાહેરાત કરી છે.

આજરોજ સિંધુ બોર્ડર પરિષદ કરવામાં આવેલા ખેડૂતોએ કહ્યું કે એમએસપી પર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમે ત્રણેય બિલ પરત કરાવીને જ રહીશું. ખેડૂત નેતાઓ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, અમે આંદોલનને વધારે ઝડપી કરશું અને આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધ રહેશે.

દિલ્હી આવનારા તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે એવી આશા છે, આંદોલન કરી રહેલા ખેડૂતો આજે તમિલનાડુ અને કર્ણાટક પ્રદશન કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશના ખેડૂતોને દિલ્હી આવવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ મોટી જાહેરાત છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *