GUJARAT

ગુજરાતના જૂનાગઢમાં વહે છે લાલ નદી, કારણ જાણીને ઉડી જશે હોંશ

જૂનાગઢમાં નદીમાં કેમિકલયુકત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ઉબેણ નદીમાં જેતપુરના સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા નદીનું પાણી લાલ રંગનું થઈ ગયું છે તેથી ગ્રામજનોમાં અને ખેડૂતોમાં ભારે રોષ ભરાયો છે. નદીનું પાણી દૂષિત થવાથી કોઈના પણ કામમાં આવતું નથી, આ જેરી પાણીથી ઘણીવાર નદીમાં રહેલી માછલીઓ અને અન્ય જલજીવનો મૃત્યુ પામે છે, આવું પહેલીવાર નથી થયું અને પહેલા પણ ઘણી વાર ઉબેણ નદી પ્રદૂષિત થઈ ચુકી છે.

ઘાંઘૂસર,બાલોટ,તરિયાધર,રૂપાવટી, નાદરખી,મજેવડી સહિત નાં ગામ નાં સરપંચોએ કલેકટર ઓફિસ માં ફરિયાદ નોધાવી છે. આ લાલ રંગનાં પાણીને લીધે ખેડૂતો ને પણ ઘણી મુશ્કેલી સર્જાય રહી છે. એક તરફ સરકાર ખેડૂતો માટે યોજના બાર પાડે છે અને આનો નિકાલ લાવી શકતી નથી આથી બધા ગ્રામજનો રોષે ભરાયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *