GUJARAT

રાજ્યના આ ચાર મહાનગરોમાં એસ.ટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય-જાણવું અત્યંત જરૂરી

રાજ્યના આ ચાર મહાનગરો, રાજકોટ, અમદાવાદ, વડોદરા,અને સુરત જતી તમામ એસટી બસોના ટિકિટ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં થનારો વધારો આજ સાંજ સુધીમાં નક્કી કર્યા બાદ જાહેર કરવામાં આવશે તેમજ રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકે જણાવ્યું તે મુજબ ટિકિટ ભાડામાં વધારો આવતીકાલથી અમલ શરૂ કરવામાં આવશે.

પહેલા એસટી બસો હોસ્પિટલ ચોક થઈ પારેવડી ચોક થી સીધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જતી હતી. જયારે હવે નાગરિક બેંક ચોક, ભક્તિનગર સર્કલ સોરઠીયાવાડી સર્કલ, અમુલ સર્કલ, પારેવડી ચોક થી સીધી ગ્રીન લેન્ડ ચોકડી સુધી જઈ રહી છે જેના કારણે અમદાવાદના ભાડામાં ₹4 નો વધારો કરવામાં આવ્યો છે. તે જ પ્રમાણે વડોદરા,સુરત નું ભાડું પણ વધશે પરંતુ તે અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *