GUJARAT INDIA SURAT

સુરતની મહિલા PSI એ પોતાની રિવોલ્વર થી પેટમાં ગોળી મારી કર્યો આપઘાત-કારણ જાણીને ચોંકી જશો

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ પોલીસ કોર્ટરસના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આજે મહિલા PSI અમિતા જોષીનું પોસ્ટમોર્ટમ કરાશે. PSIએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ બહાર આવ્યું નથી. પરંતુ ઘરેલુ કંકાસને લઇને આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર એકાએક મહિલા પીએસઆઇ અમિતા જોશીએ આત્મહત્યા કરી લીધી હતી જેમનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આત્મહત્યાને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ હાલ ચર્ચાઇ રહ્યું છે કે કેટલાક ઘરેલુ કંકાસને કારણે આ પગલું ભર્યું છે. તે સિવાય સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પતિના અન્ય સ્ત્રી જોડે આડા સંબંધ હોવાથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. આ અંગે પત્નીએ વોટ્સએપની ચેટ પણ પકડી પાડી હતી. એટલું જ નહીં મરનાર PSI અમિતા જોશીએ પતિના ઓડિયો રેકોર્ડિંગ પણ પકડ્યા હોવાની વાત સામે આવી છે.

આ સિવાય ,સુત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે PSI છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વિચિત્ર સ્ટેટસ મૂકતા હતા. અમિતા જોશી છેલ્લા પાંચેક દિવસથી ડિપ્રેશનમાં હોય તે પ્રકારના વીડિયો-ફોટો સ્ટેટસ પર અપલોડ કરતા હતા. ગત રોજ જ તેમણે રામલીલા ફિલ્લામાં વાગતા મરસીયાનો વીડિયો મૂક્યો હતો. જે વીડિયો જોઈને પોલીસ કર્મીઓને આશ્વર્ય થયું હતું. સાથે સાથે આગ તો અપને હી લગાતે હે, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ એવો પણ વીડિયો મૂક્યો હતો. જ્યારે જો ગુજર ગયા ઉસે પીછે મૂડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હે ઉસે ભી ખો દોંગે જેવા પણ સ્ટેટસ મૂકતા હતા.

આ અંગે તેમના પતિનું કહેવું છે કે અમિતાએ એવું કેમ કર્યું ખબર નથી. ગત રોજ પુત્ર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. મારી બાઈક ચાલુ હોવાથી વિડીયો કોલ પર વાત નહિ થઈ. મેં 10 મિનિટ માંગી હતી કે કોલ કરું થોડી વારમાં નેટવર્ક બરાબર નથી.

સુરત નાં પીએસઆઇ અમિતા જોસી એ ગોળી મારી આપઘાત કરી લેતા ઉચ્ચાધિકારીઓ ઓ માં દોડધામ મચી છે.

2 Replies to “સુરતની મહિલા PSI એ પોતાની રિવોલ્વર થી પેટમાં ગોળી મારી કર્યો આપઘાત-કારણ જાણીને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *