INDIA

ગરીબ વર્ગના વિદ્યાર્થીઓનાં લાભ માટે સરકારે કર્યો આ મોટો નિર્ણય-જાણીને ખુશ થઈ જશો

ગરીબ, પછાત અને દલિત વર્ગના બાળકોને ભણતર માટે યોગ્ય સુવિધા મળી રહે તે માટે સરકારે હવે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક છાત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો છે. અને વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં એકથી વધારે હોસ્ટેલ બનાવવાનો પણ લક્ષ્યાંક છે. હાલમાં પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકારે લગભગ 13 રાજ્યોના 61 વંચિત જિલ્લામાં હોસ્ટેલ બનાવવાની મંજૂરી આપી છે. જેમાંથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના પાંચ-પાંચ જિલ્લા અને બિહારના એક જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત 13 રાજ્યોમાંથી લગભગ 590 જેટલી અરજીઓ આવી છે. જેમાંથી તપાસ કર્યા બાદ 61 જિલ્લામાં તેને ખોલવાની મંજૂરી મળી છે. હાલમાં આ હોસ્ટેલનું નિર્માણ રાજ્ય સરકારો કરશે. જ્યારે તેનું સંચાલન સ્વયંસેવી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. સાથે જ આ હોસ્ટેલના સંચાલનની કમિટીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

મંત્રાલયે આ હોસ્ટેલ નિર્માણ માટે નિયમો પણ કડક બનાવ્યા છે. જેમાં દરેક 10 બાળકોએ એક શૌચાલય જરૂરી હશે. સાથે જ સ્વચ્છ પાણી, ભોજનાલય, ખાવા માટે હોલની પણ વ્યવસ્થા હશે. આ સાથે બાળકોને રમત માટે એક હોલ અને મેદાન પણ મળશે. આ હોસ્ટેલ છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ હશે. હાલમાં દેશમાં એવી કેટલીય છાત્રાલયો છે, જે ભાડાના મકાનમાં ચાલે છે, જો કે, આ વ્યવસ્થા બાદ હોસ્ટેલનું પાક્કુ મકાન મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *