GUJARAT INDIA

ખેડૂતો ને દર મહિને મળતા 2000 રૂપિયા ની યોજના માંથી હટાવાયા 2 કરોડ ખેડૂતો નાં નામ ,જાણો તમારું નામ છે કે નહીં.

કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને આપવામાં આવતી 6 હજાર રૂપિયાની મદદ વાળી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાંથી 2 કરોડ ખેડૂતોને હટાવી દીધા છે . સરકાર હાલ ખેડૂતોના ખાતામાં સાતમા હપ્તા અંતર્ગત 2 હજાર રૂપિયા . ટ્રાન્સફર કરી રહી છે . આ ખેડૂતોના નામ હટાવાયા બીજી તરફ સરકાર બોગસ ખેડૂતો પર પણ સકંજો કસી રહી છે . આ કારણે લિસ્ટમાંથી આવા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે . આ સમયે પીએમ કિસાન પોર્ટલમાં યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા 9 કરોડ 97 લાખની આસપાસ રહી ગઇ છે જ્યારે થોડા દિવસ પહેલા સુધી આ સંખ્યા 11 કરોડની નજીક હતી .

1 ડિસેમ્બરથી શરૂ થયો છે હપ્તો સરકાર દર ચાર મહિનામાં 2 હજાર રૂપિયાનો હપ્તો નાંખે છે . આ જ અંતર્ગત 1 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા આવી રહ્યાં છે . બોગસ ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતા . જે બાદ સરકારે આવા ખેડૂતો પાસેથી રિકવરી શરૂ કરી હતી જે આ યોજનાને પાત્ર ન હતા . અત્યાર સુધી આવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્ર , એમપી અને યુપીથી સામે આવ્યા છે . માનવામાં આવી રહ્યું છે કે રિકવરીના ડરથી અનેક રાજ્યોમાં ફેક એન્ટ્રી કરનારા ખેડૂતોએ પોતાના નામ હટાવી લીધા છે જ્યારે લાખો ખેડૂતોને તેમના ખોટા ડેટાના કારણે પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યા છે . દર વખતે ઘટી રહી છે ખેડૂતોની સંખ્યા જેમ જેમ હપ્તા આગળ વધતા જાય છે તેમ તેમ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા ઘટતી જઇ રહી છે .

પીએમ કિસાન પોર્ટલ અનુસાર પહેલો હપ્તો 10.52 કરોડ ખેડૂતોને મળ્યો હતો . ત્યાં બીજો હપ્તો 9.97 કરોડ , ત્રીજો 9.05 કરોડ , ચોથો હપ્તો 7.83 કરોડ અને પાંચમો હપ્તો 6.58 કરોડ ખેડૂતો સુધી પહોંચ્યો . જ્યારે છઠ્ઠો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા ફક્ત 3.84 કરોડ રહી ગઇ છે . તેવામાં સાતમો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા તેનાથી પણ ઓછી હોઇ શકે છે . મહારાષ્ટ્રમાં એવા 2.30 લાખ ખેડૂતોને સમ્માન નિધિની ચુકવણી કરવામાં આવી છે , જે ટેક્સ ભરે છે . તપાસમાં આ મામલો સામે આવ્યો છે કે આવા ખેડૂતોને કુલ 208.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા . હવે સરકાર તેમની પાસેથી આ રકમ વસૂલવા જઇ રહી છે . સાથે જ તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના ખાતાની તપાસ કરવામાં આવી , જેમાંથી 5.38 લાખ બોગસ નીકળ્યા . આવા લોકો પાસેથી સરકાર વસૂલી કરી રહી છે . આવી જ છેતરપિંડીની ખબરો અન્ય અનેક રાજ્યોમાંથી મળી છે , જેમાં લાખો અપાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતાં .

નવી લિસ્ટમાં આ રીતે ચેક કરો
>તમારુ નામ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ .
>હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ અને અહીં ‘ ફાર્મર કોર્નર ‘ . પર જાઓ .
>અહીં ‘ લાભાર્થી સૂચી’ની લિંક પર ક્લિક કરો .
>તે બાદ તમારા રાજ્ય , જિલ્લો , ઉપ – જિલ્લો , બ્લોક અને ગામની વિગતો નોંધો
>આટલુ કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને આખી લિસ્ટ જુઓ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *