DELHI INDIA

ભારત બંધનું મોટું પરિણામ: અમિતશાહ સાંજે 7 વાગ્યે ખેડૂતોને મળશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો જારી કરેલા ભારત બંધના એલાન વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાંજે 7 વાગ્યે ખેડુતોને મળવા બોલાવ્યાં છે. અમિત શાહે અચાનક આ બેઠક બોલાવી છે. એ પણ એવા સમયે જ્યારે સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બરના રોજ એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરવાના છે.

ખેડૂત નેતાઓ સાંજે 7 વાગ્યે અમિત શાહ સાથે મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે, આ એક અનૌપચારિક મુલાકાત હશે. સવારમાં જ અમિત શાહ તરફથી ખેડૂતોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે અંતર્ગત કુલ 13 સભ્યો અમિત શાહ સાથે મુલાકાત કરશે.

અમિત શાહે સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતોને બોલાવ્યા છે. રાકેશ ટિકૈતને પણ બેઠકમાં બોલાવ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યુ હતું કે, મારા પર ફોન આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે મળવા માટે બોલાવ્યા છે. અમે અને અમારા નેતાઓ જશે, તેમણે સાંજે 7 કલાકે મળવા બોલાવ્યા છે.

આ પહેલા પણ કેટલાય રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહી છે. શનિવારના રોજ મળેલી છેલ્લી બેઠક સાત કલાક સુધી ચાલી હતી, છતા પણ કોઇ રસ્તો નીકળ્યો નહતો. સરકારે ન ડિસેમ્બરના રોજ ફરી મીટિંગ બોલાવી છે. જોકે, ખેડુતોએ સ્પષ્ટ કરી દીધું છે કે સપ્ટેમ્બરમાં લાવામાં આવેલો કાયદો પાછો ખેંચી લેવા સિવાય બીજુ કશું ખપે નહીં. તેમને ડર છે કે નવો કાયદો આવ્યા બાદ તેમની આવક ઓછી થઇ જશે. તેઓ ફક્ત કોર્પોરેટ કંપનીઓના મોહતાજ બનીને રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *