GUJARAT INDIA

આજે ખેડૂતોનું ભારત બંધ, આ અંગે ગુજરાતના DGP એ કર્યો મોટો નિર્ણય-જાણો શું કહ્યું

દિવાળીના તહેવારોમાં થયેલી ભીડને કારણે વધેલા કોરોના સંક્રમણને પગલે સુરત, વડોદરા અને રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિથી કરફ્યૂ લાદવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના DGP આશિષ ભાટીએ જણાવ્યું હતું કે, ભારત બંધને લઇ આવતીકાલે રાજ્યભરમાં કલમ 144 અમલી રહેશે. ભારત બંધના પગલે રાજ્યમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દેવામાં આવી છે. ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધ દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ બળજબરી પૂર્વક બંધ કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં તમામ રસ્તાઓ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યની બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાશે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી પણ કરાશે. SRPની ટૂકડીને પણ સ્ટેન્ડબાય કરાઈ છે. રાજ્યમાં ક્યાંય પણ ચક્કાજામ કરવાની મંજૂરી અપાઇ નથી. ખેડૂત પ્રભાવિત વિસ્તારમાં સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે, આવીકાલના ભારત બંધના એલાનને લઈને સૂચના આપી દેવાઈ છે. રાજ્યમાં આવતીકાલે કડક બંદોબસ્ત રાખવામાં આવશે. રાજ્યના હાઇવે બંધ કરવાનો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ ઘટના સ્થળના વીડિયો કે ફોટો બનાવી સોશિયલ મીડિયા પર મુકશે તો તેની સામે કાર્યવાહી થશે. કોઈ અસામાજિક તત્વો રોડ અથવા દુકાનો બંધ કરવાનું કામ કરશે તો ગુનો દાખલ કરવામાં આવશે ધરપકડ પણ કરવામાં આવશે. બોમ્બે પોલીસ એકટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ જાહેરનામા ભંગ વિગેર મુજબ તેમની વિરૂદ્ધ કાર્યવાહી થશે. સમગ્ર ગુજરાતમાં 144ની કલમ આવતીકાલ માટે લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.

નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે ગતિરોધ યથાવત છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ 8 ડિસેમ્બરે આખું ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઇ કાર્યકરોની અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *