AHMEDABAD GUJARAT

અમદાવાદની કેમિકલ ફેક્ટરીની આગમાં 20 ઝુંપડા બળીને ખાખ, જાણો શું થયું તેમાં રહેતા ગરીબોનું?

વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે. આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે.

40 ફાયર ટેન્કરથી આગ પર કાબુ મેળવાયો, આ આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

છેક ઇસનપુર સુધી ધડાકાઓ સંભળાયા, આ આગ એટલી ભીષણ હતી કે તેના આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા જે ઇસનપુર સુધી સંભળાતા હતા. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ ઘણો ફફડાટ ફેલાયો હતો. આસપાસના રહીશો આ પ્રચંડ ધડાકાને કારણે ઉંઘમાંથી જાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *