INDIA

દેશના આ રાજ્યમાં ભાજપ ફરી કરી રહ્યું છે તેના CM ને હટાવવાની માંગ-જાણીને ચોંકી જશો

અત્યાર સુધી આક્રમક સ્થિતિમાં દેખાઇ રહેલા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ હવે બચાવની સ્થિતિમાં આવી ગયા છે. બે દિવસ પહેલા શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો તરફથી ‘બિપ્લબ હટાવો, BJP બચાવો’ ના નારા લાગ્યા હતા. આ ઘટનાને લઇને હવે મુખ્યમંત્રી બિપ્લબ દેબ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ આ ઘટનાથી ઘણા દુખી છે અને તેઓ ખુદ લોકોને મળીને તેમના વિચારો જાણશે કે આ પદ પર રહેવું જોઇએ કે નહીં.

બિપ્લબ દેબે મંગળવારે અગરતલામાં ઉતાવળે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘હું જાઉં કે રહું તે હવે તમારા પર નિર્ભર છે. તમારો આદેશ આપો હું રવિવારે બપોરે બે વાગ્યે વિવેકાનંદ ગ્રાઉન્ડ પર રહીશ. તમે જે કહો છો તે હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે, તેમણે કહ્યું કે મારી એકમાત્ર ભૂલ એ છે કે હું રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છું. મારી પાસે ફક્ત પાંચ વર્ષ છે, હું 30 વર્ષથી કામ કરતો સરકારી અધિકારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *