GUJARAT INDIA

રાજ્યની રૂપાણી સરકારે કોરોનાની રસી આપવા મુદ્દે લીધો આ મોટો નિર્ણય-જાણો વિગતે

રાજ્યમાં કોવિડ-19 ની રસી આપવાની તૈયારી કરી દેવાઈ છે ત્યારે ગાંધીનગર ખાતે ગઇ કાલે મળેલી કેબિનેટ મીટિંગમાં કોરોનાની રસી આપવા માટેનાં કેટલાક સેન્ટર નક્કી કરાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત કોરોનાની રસી આપવા માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસની રસી આપ્યા બાદ રસી લેનારને 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ માટે વેક્સીન સેન્ટર પર ત્રણ અલગ-અલગ રૂમ હશે. વેક્સિન સેન્ટર પર વેઈટિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ આ પ્રકારના ત્રણ રૂમ બનાવવામાં આવશે. જેમને રસી આપવાની હશે તેને SMS થી જાણ કરવામાં આવશે. હાલ કોરોનાની વેક્સીન માટે અધિકારી અને કર્મચારીઓની ઓનલાઈન ટ્રેનિંગ શરૂ પણ કરી દેવામાં આવી છે.

સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *