GUJARAT INDIA

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર કરી મોટી આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી 12 થી 13 મી ડિસેમ્બરના રોજ વરસાદ છવાયો પડી શકે છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમ્યાન સોમનાથ,સુરત,ભાવનગર,દાહોદ, પંચમહાલ,વડોદરા અને આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

12 મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ ચાર ડિગ્રી તાપમાન છે અને બીજી બાજુ અમદાવાદમાં આજરોજ સામાન્ય વરસાદ અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને 12 મી ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કિનારા ના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે રાજ્યમાં ઠંડી પડવાની પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *