INDIA

દેશના આ રાજ્યમાં ભાજપના કાર્યકરો પર ફરી હુમલો, એકનું મોત અને છ ઘાયલ

પશ્ચિમ બંગાળની ચૂંટણી લોહિયાળ બનશે તેવી શક્યતાઓ અત્યારથી જ સાચી પડી રહી છે.ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા પર થયેલા હુમલા બાદ હવે પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા જિલ્લામાં ભાજપના કાર્યકરો પર મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો છે અને તેમાં એક ભાજપ કાર્યકરનુ મોત થયુ છે અને બીજા 6 ઘાયલ થયા છે.

ભાજપનો આક્ષેપ છે કે, રોજ ભાજપના કાર્યકરોની રાજ્યમાં હત્યા થઈ છે, રોજ દિવસ વીતે છે અને રોજ એક હત્યા થાય છે.ટીએમસીના ગુંડાઓએ શનિવારે ભાજપના કાર્યકર સૈકત ભવાની હત્યા કરી છે અને બીજા 6 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.સૈકત ભાજપ માટે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

બીજી તરફ ટીએમસીનુ કહેવુ છે કે, આ હત્યા વ્યક્તિગત દુશ્મનાવટનુ પરિણામ છે.જ્યારે ભાજપે આક્ષેપ કર્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર ખતમ થઈ ચુક્યુ છે. પશ્ચિમ બંગાળમાં હિંસા નવી વાત નથી.આ પહેલા પણ ભાજપના કાર્યકરોને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે.એટલે સુધી કે ભાજપના પ્રમુખ જે પી નડ્ડાના કાફલા પર પણ તાજેતરમાં હુમલો કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *