GUJARAT

પિતા જ બન્યા યમરાજ,પોતાની 20 વર્ષ ની પુત્રી ની લાશ કોથળા માં નાખી ને સળગાવી દીધી-કારણ જાણી ને હોશ ઊડી જશે

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાંથી ગત પહેલી . ડિસેમ્બરે સળગાવી દિધેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે . યુવતીના પ્રેમપ્રકરણ બાબતે પિતાએ ઠપકો આપવા છતાં યુવતી ન માનતા તેને ધમકી આપીને માર માર્યો હતો . જેને કારણે નાસીપાસ થઈ ગયેલી યુવતીએ ઘરમાં દુપટ્ટા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો . પોલીસે આ ગુનામાં યુવતીના પિતાની યુપીથી ધરપકડ કરી છે . આ અંગેની વિગતો એવી છે કે , ઝલાશ તો બળી ગઈ હતી , પરંતુ લાશ પાસેથી એક બુટ્ટી મળી આવી હતી , જેને આધારે તપાસ કરતાં એકાદ કિ.મી. દૂર આવેલા ખાલી ઘરમાંથી ફોટો મળી આવ્યો હતો , જેમાં પણ આ બુટ્ટી હોવાથી પોલીસને બંને એક જ હોવાનું લાગ્યું હતું . આ પછી બાતમીદારો પાસે તપાસ કરતાં કંઇક બન્યું હોવાનું તેમના તરફ જાણવા મળ્યું હતું . જેને આધારે પોલીસે તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું હતું . પોલીસે યુવતીના ઘરે તપાસ કરતાં યુવતીનું મકાન અને તેસા સગાના મકાન ખાલી હતા . યુવતીની લાશનો નાશ કર્યા પછી તમામ લોકો યુપી વતન ભાગી ગયા હતા . મેઘાણીનગર પોલીસ યુપીથી યુવતીના પિતાની અટક કરીને અહીં લઈ આવી હતી . અહીં તેમની પૂછપરછ કરતાં તેમની દીકરીને પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું . પિતાએ આ અંગે યુવતીને સમજાવી હતી , પરંતુ ન માનતા ધાક ધમકી અને મારકૂટ કરી હતી . ગત 30 મી નવેમ્બરે ભારતીએ રૂમમાં દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો . પરિવારના લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો , પરંતુ બારણું તૂટેલું નહી . આ પછી તેઓ ગમે તેમ કરી અંદર જતાં દીકરી મૃત્યુ પામેલી હતી
પિતાની કબૂલાત મુજબ , તેઓ દીકરીના મોતથી ખૂબ જ ગભરાઇ ગયેલા . આ પછી પિતા , યુવતીના મામા અને માસાએ મળીને લાશનો નાશ કરવા માટે લાશને સળગાવી દીધી હતી . કોથળાની અંદર લાશ નાંખી સાંઇબાબા સોસાયટી પાસે આવેલા રેલવે ટ્રેક પાસે લાશ લઈ ગયા હતા અને અહીં બાઇકનું પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધી હતી . અમૂક આરોપીઓ પકડવાના બાકી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *