INDIA

આગામી બે દાયકામાં ભારત વિશ્વની આ ઉંચાઈએ પહોંચશે, મુકેશ અંબાણીએ કરી મોટી આગાહી

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી અને ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ વચ્ચે આજે ઓનલાઈન સંવાદ થયો હતો, જેમાં મુકેશ અંબાણીએ આગાહી કરી હતી કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનુ એક હશે.ભારતમાં જેટલા પરિવારો છે તેમાંથી 50 ટકા મધ્યમવર્ગીય છે અને તેમાં દર વર્ષે ત્રણ થી ચાર ટકાનો વધારો થઈ રહ્યો છે.મારો વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતની ઈકોનોમી વિશ્વની ટોચની ત્રણ ઈકોનોમી પૈકીની એક હશે.

તેમણે કહ્યુ હતુ કે, મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં દેશ એક મોટી ડિજિટલ સોસાયટીમાં ફેરવાશે અને તેને યુવાઓ ચલાવશે.અમારી પ્રતિ વ્યક્તિ આવક 1800-2000 ડોલરથી વધીને 5000 ડોલર થઈ જશે.ફેસબૂક તેમજ દુનિયાની બીજી મોટી કંપનીઓ પાસે ભારતમાં વ્યવસાય કરવા માટે અને ભારતમાં આવી રહેલા પરિવર્તનનો હિસ્સો બનવા માટે સોનેરી તક ઉભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *