DELHI

આંદોલનમાં આત્મહત્યા: ખેડૂતોનું દુઃખ જોઈને સંત બાબા રામસિંહનું આંદોલન સ્થળે જ મોત કોમેન્ટમાં બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં સમર્થન આપવા માટે પંજાબના એક મોટા સંત બાબા રામસિંહ ગયા હતા. જેઓએ આંદોલન સ્થળે જ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ખેડૂતો અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માગણીઓ પર કેન્દ્રએ ધ્યાન ન આપતા અને ખેડૂતોની જે સ્થિતિ છે તેને જોઇને દુઃખી થયેલા બાબા રામસિંહે આત્મહત્યા કરી લીધી હતી.

આંદોલન સ્થળ સિંધુ બોર્ડર પર સંત બાબા રામસિંહે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી તે પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે ખેડૂતોની વ્યથા બાદ પોતાની નિરાશાને વ્યક્ત કરી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મળ્યા હતા, તેઓએ બાળકો અને મહિલાઓને ચાદરો પણ ઓઢવા માટે દાન કરી હતી. તેઓએ એક શિબિરની પણ વ્યવસ્થા કરી હતી.

સૂસાઇડ નોટમાં બાબાએ લખ્યું હતું કે તેઓ ખેડૂતોની સ્થિતિ જોઇને અત્યંત દુઃખી છે, કેન્દ્ર સરકાર ખેડૂતોનો આટલો વિરોધ અને યાતનાપૂર્ણ આંદોલન છતા તેમના પ્રત્યે ધ્યાન નથી આપી રહી અને અલગ જ પ્રકારનું વલણ અપનાવી રહી છે જે મારાથી નથી જોઇ શકાતું. હું સરકારના વલણને કારણે ખેડૂત મહિલાઓ, બાળકોને લઇને અત્યંત ચિંતિત છું. બાબા રામસિંહ કર્નાલના રહેવાસી છે. તેઓએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે ખેડૂતો પર સરકારે જે ઝુલ્મ ગુજાર્યો છે તેના વિરોધમાં આ આત્મહત્યા કરી રહ્યો છું. ખેડૂતોનું દુઃખ જોયું, તેઓ પોતાના હક માટે રસ્તા પર છે. બહુ જ દિલ દુઃખ્યું છે, સરકાર ન્યાય નથી આપી રહી અત્યાચાર કરી રહી છે, અત્યાચાર કરવું પાપ છે અને તેને સહન કરવું પણ પાપ છે. કોઇએ ખેડૂતો પર થયેલા અત્યાચાર અને તેમના હક માટે કઇ જ ન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *