GUJARAT INDIA

કૃષિ કાયદાનો વિરોધ કરતા રાજ્યના ખેડૂતોને મનાવવા બીજેપી કરશે આ મોટું કામ-જાણો અહીં

ભારતમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન આગની જ્વાળાઓ ધીરે ધીરે ગુજરાતને પણ દઝાડી રહી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 15 દિવસમાં દસ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

ભારતના ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રીઝવવા જનજાગરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે. રાજ્યમાં આગામી 10 અલગ અલગ જગ્યાઓ પર કિસાન સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ સંબોધન કરશે.

ગુજરાતમાંથી દસ હજાર જેટલા ખેડૂતો દિલ્હી પહોંચવાની તૈયારીમાં છે અને 15 દિવસમાં દસ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં ખડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *