INDIA

કોરોનાની મહામારી વચ્ચે ટોલને લઈને કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત-જાણો વિગતે

દેશભરમાં વાહનોના સ્વતંત્ર આવન-જાવન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યું કે,આવનારા બે વર્ષમાં ભારતને ટોલનાકા મુક્ત બનાવી દેવામાં આવશે. આ માટે સરકારે GPS ને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યુ કે, આવનારા બે વર્ષમાં વાહનોને ટોલ ફક્ત તમારા લિકં બેંક ખાતાથી જ કાપવામાં આવશે.

રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી GPS સિસ્ટમને ફાઇનલાઈઝડ કરી લેશું ત્યારબાદ 2 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે ટોલનાકા મુક્ત થઈ જશે. GPS ટેકનોલોજીનો ઉપયોગ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીની ટોલ આવક પાંચ વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી શકે છે.

મંત્રીએ કહ્યું કે, કાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને અધ્યક્ષ NHAI ની ઉપસ્થિતિમાં ટોલ સંગ માટે જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. ઇલેક્ટ્રોનિક ટો કલેક્શન ડીવાઈસના ઉપયોગથી કેસલેસ લેવડ દેવડને પણ પ્રોત્સાહન મળ્યું છે અને આ સાથે જ ટોલ સંગ્રહ મા પારદર્શિતા પણ જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *