GUJARAT RAJKOT

ગુજરાતના આ જાણીતા શહેરમાં ઉત્તરાયણમાં ધાબા પરથી પતંગ ચગાવવા પર લગાવી દીધો પ્રતિબંધ-જાણો વિગતે

રંગીલા રાજકોટના શોખીન યુવાનો આ વખતે ઉત્તરાયણ પર ધાબા પર ભેગા થઈને પતંગ ઉડાવવાની મજા નહીં માણી શકે. કારણ કે, કોરોનાકાળ ચાલી રહ્યો હોવાતી રાજકોટ પોલીસ કમિશ્નરે ઉત્તરાયણની ઉજવણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે અને ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં. આ ઉપરાંત ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડા અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *