GUJARAT INDIA

ગુજરાતના હજારો શિક્ષકો માટે આવ્યા મહત્વના સમાચાર, આ નવા નિયમથી થશે મોટો લાભ-જાણીને ખુશ થય જશો

રાજ્યની રૂપાણી સરકારે શિક્ષકોની બદલી ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી રાજ્યના હજારો શિક્ષકોને લાભ થશે અને મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

રાજ્ય સરકારે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર,હવે ધોરણ 1 થી 8 સળંગ એકમ નહીં ગણાય. ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત હાઇકોર્ટ ની વિવિધ જગ્યામાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેમને શિક્ષક પત્ની કે પતિને બદલી નો લાભ આપવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યાના આધારે શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને આ સિવાય જિલ્લા ફેરબદલી સમયે મહિલાનો મોટો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *