INDIA Uncategorized

કોરોનના નવા રૂપને પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય, જાણો કઈ વસ્તુ પર લાગ્યો પ્રતિબંધ

યુરોપમાં કોરોના ના નવા સ્ત્રેન ના આગમનથી હાહાકાર મચી ગયો છે. જેના કારણે ઘણા દેશોએ બ્રિટનની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સમાચાર બાદ ભારત સરકારે પણ 31 ડિસેમ્બર સુધી બ્રિટન થી આવતી તમામ ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મુકાયો છે.આ પ્રતિબંધ આજે રાતે બાર વાગ્યાથી શરૂ થશે.

આવનારી તમામ ફ્લાઇટ્સના મુસાફરોને ફરજિયાત પણ RT PCR ટેસ્ટ કરવામાં આવશે. ભારતમાં સતત કોરોના કેસ વધતા અમુક રાજ્યમાં લોકડાઉન ની પરિસ્થિતિ પણ સર્જાય છે. આના કારણે મોદી સરકાર દ્વારા એરલાઈન્સને લઈને આ મહત્ત્વનો નિર્ણય લેવાયો.

ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે બ્રિટનની હાલની પરિસ્થિતિને જોતા ભારત સરકારની આવનારી તમામ ફ્લાઈટ્સને 31 ડિસેમ્બર 2020 સુધી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણય આજે રાતે બાર વાગ્યે અમલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *