Uncategorized

ગુજરાત ભાજપના આ દિગ્ગ્જ પાટીદાર નેતા આવ્યા કોરોનની ઝપેટમાં-જાણો વિગતે

ગુજરાતાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા પછી છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ મંદ પડ્યું છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલીપ સંઘાણી અને તેમનાં પત્ની પણ પણ કોરોનાં સંક્રમિત થયાં છે. તે અત્યારે ગાંધીનગર સ્થિત હોમ આઇસોલેશનમાં રહેશે.

અત્યાર સુધીમાં ભાજપના કેટલાય ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમજ તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભાના બે સાંસદ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના કોરોનાની સારવાર પછી નિધન પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *