INDIA

મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે સરકાર જનતાને વીજળી સાથે આપશે આ અધિકારો-જાણવું જરૂરી

મોદી સરકારે કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થશે તો વીજળી વિતરણ કંપનીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે. આ નિયમો વિશે વીજળી મંત્રી આરકે સિંહે કહ્યું કે દેશની વીજળી વિતરણ કંપનીઓ હવે સેવા કંપની બની છે. વીજળી ગ્રાહકોને અન્ય સેવા ક્ષેત્રોની જેમ દરેક અધિકાર મળશે. આ નિયમોની મદદથી સામાન્ય જનતાનું સશક્તિકરણ થઈ રહ્યું છે. આ નિયમથી 30 કરોડ વીજળી ગ્રાહકોને ફાયદો થશે.

વીજળી મંત્રાલયની તરફથી આપેલી જાણકારી અનુસાર વીજળી ગ્રાહકોને કુલ 11 અધિકારો અપાયા છે. તેમાં નવા કનેક્શન લેવાથી લઈને મીટર લગાવવા અને બિલનું પેમેન્ટ કરવાની વાતો પણ સામેલ છે. દરેક પ્રકારના વીજળીના કનેક્શનની ઓનલાઈન સુવિધા પણ મળશે.

ગ્રાહકોની 7 દિવસમાં મહાનગરમાં, 15 દિવસમાં નગર નિગમમાં અને 30 દિવસમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનું કનેક્શન આપવાનું રહેશે. કોઈ પણ કનેક્શન વિના સ્માર્ટ પ્રી પેડ કે પ્રી પેડ મીટરના નહીં અપાય. ગ્રાહકોને વીજળીનું પેમેન્ટ ઓનલાઈન કરવાનો વિકલ્પ પણ આપવાનો રહેશે. વીજળીનો કાપ કઈ સ્થિતિમાં કેટલો હોઈ શકે છે તે પણ આયોગ નક્કી કરશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *