GUJARAT INDIA

વર્ષનો છેલ્લા દિવસ: 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસે લીધો આ મોટો નિર્ણય

કોરોનાની મહામારી વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણી લઈને પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લગતી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે નહીં અને ચાર શહેરોમાં જે રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે તે 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

રાત્રિ કરફ્યુ ના કારણે આ ચાર મહાનગરોમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે નહીં તેથી રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ શહેરોના પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસને માહિતી આપવામાં આવી હતી, કે પોલીસ દ્વારા શહેરની તમામ ક્લબો અને ફાર્મહાઉસ પર નજર રાખવામાં આવે.

કર્ફ્યુ લાગુ થશે તે ચાર શહેરોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જે શહેરોમાં રાત્રી કરફ્યુ નથી. તે શહેરોમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને 31 ડિસેમ્બરની ઉજવણી ન કરે તેનું પણ ધ્યાન રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *