GUJARAT INDIA

કોંગ્રેસના દિગગજ નેતા પરેશ ધનાણીના રાજીનામા બાદ આ પાટીદાર નેતા બની શકે છે વિપક્ષના નેતા-જાણો વિગતે

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આઠેય બેઠક પર કોંગ્રેસનો પુરી રીતે સફાયો થયા બાદ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. પરેશ ધાનાણીની જગ્યાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવશે તેની ચર્ચાઓ વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપાડતા પરેશ ધાનાણીના સ્થાને લલિત વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.

કોંગ્રેસ સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ગઈકાલે સોમવારે દિલ્હીમાં ધામા નાખ્યા છે. પરેશ ધાનાણીએ રાજીનામાની વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, “હાઇકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.”

કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે. પરેશ ધાનાણીની સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *