GUJARAT INDIA

વર્ષ 2021 ના પહેલા જ મહિનાની આ તારીખથી શાળા-કોલેજો શરૂ થવાને લઈને આવ્યા મોટા સમાચાર

દિવાળી પછી શાળાઓ ખોલવાની વાત મૂકી હતી પણ હજુ સુધી શાળાઓ અને કોલેજો ખોલવામા આવી નથી. વાલીઓ હવે વધુ ચિંતા માં જોવા મળે છે અને અસમંજમાં છે કે ક્યારે શાળાઓ અને કોલેજો ખુલશે.

રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવાના મુદ્દે સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 15 મી જાન્યુઆરી થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિવાળી બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાનું સરકારનું આયોજન હતું, પરંતુ કોરોના નું સંક્રમણ વધતા સરકારે શાળા કોલેજો ખોલવાનો નિર્ણય લીધો ન હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 18 મી જાન્યુઆરી થી કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે ત્યારે હવે સૂત્રો ની મદદથી જાણકારી મળી રહી છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ચાલુ થઈ શકે છે. કોરોના કહેર વચ્ચે ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાને લઈને આ સરકાર નો ખુબ જ મહત્વનો નિર્ણય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *