INDIA

સી.આર.પાટીલની મોટી જાહેરાત, વર્ષના છેલ્લા પાંચ દિવસની અંદર ખેડૂતો માટે થશે આ મોટું કામ

25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી છે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીના દિવસે પ્રત્યેક વર્ષે સુશાસન દિવસ ઉજવવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે.

25મી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી ખેડૂતના હિત માટે કૃષિ બિલ નું મહત્વ વિશે સંબોધન કરશે. આ ઉપરાંત કૃષિ સહાય રૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ જમા કરવામાં આવશે.

૨૧ ડિસેમ્બરના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિશેષ ઉપસ્થિતિમાં સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ ની સાથે વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી જે દરમિયાન તેમને આ અંગેની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *