GUJARAT INDIA

રૂપાણી સરકારની મોટી જાહેરાત: આ પ્રકારના લોકોને મળશે મફત અનાજ

ગુજરાત સરકારે સેક્સ વર્કર્સને સહાય આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નોધાયેલી સેક્સ વર્કર્સને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સસ્તા અનાજની દુકાનોમાંથી 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા વિના મૂલ્યે અપાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં 37000 જેટલી સેક્સ વર્કર્સ છે. અનાજ મેળવવા માટે સેક્સ વર્કર્સ કરતી મહિલાઓએ માત્ર NACO સાથે જોડાયેલી વિવિધ એનજીઓની કૂપન રજૂ કરવાની રહેશે. અનાજ આપતી વખતે દુકાનદારે આ મહિલાઓ પાસે ઓળખ અંગેના પુરાવા માગવાના રહેશે નહીં.

અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા જારી થયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અને વડી કચેરીના 17 ઓક્ટોબર, 2020ના અને 7 ડીસેમ્બર, 2020ના પત્ર મુજબ નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નાંધાયેલ સેક્સ વર્કરને કોઈપણ જાતના પુરાવાનો આગ્રહ રાખ્યા વગર ડ્રાય રાશન વિના મૂલ્યે આપવાનું જાહેર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *