GUJARAT SURAT

આ પાટીદાર દિગ્ગ્જ નેતા રાત્રી કર્ફ્યુ વચ્ચે ખુલ્લેઆમ પોતાના ફાર્મહાઉસ પર કરી રહ્યા છે બર્થ-ડે સેલિબ્રેશન-જુઓ તસવીરો

ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે રાજ્યના સુરત, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હોવા છતાં સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.

ગઈ કાલે રાત્રે અલ્પેશ કથીરિયાએ કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન તો કર્યું હતું સાથે માસ્ક પણ નહોતા પહેર્યા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરી છે. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *