AHMEDABAD GUJARAT

ઉતરાયણ ને લઇ ને અમદાવાદ માટે આવ્યા મોટા દુઃખ નાં સમાચાર,અમદાવાદીઓ નહિ ઉજવી સકે પેહલા જેવી મકરસંક્રાંતિ

કોરોના વાયરસ દેશ સહિત દુનિયાભરમાં કહેર મચાવી ચૂકયો છે . ગુજરાતમાં દિવાળીના તહેવારમાં લોકોના મોટી સંખ્યામાં બહાર નીકળ્યા બાદ અચાનક કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો , પરિણામે અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ક્સ લાગુ કરવામાં આવ્યું છે . કોરોનાના કારણે આ વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે.

રાજય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે . કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આકરી ટકોર કરી હતી . હાલમાં જ દિવાળી ટાણે રાજયમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હતો . લોકોની બેદરકારી અને રાજય સરકારની કાયદાનો અમલ કરાવવામાં ઢીલાશની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી . એવામાં ઉત્તરાયણના પર્વને લઈને સરકાર SOP જાહેર કરી શકે છે

તેમજ ઉત્તરાયણની ઉજવણીમાં પોલીસ દ્વારા પણ મોનિટરીંગરાખવામાં આવી શકે છે . ગુજરાત હાઈકોર્ટે PIL ના સુનાવણીમાં જણાવ્યું હતું કે , ‘ રાજય સરકાર ન્યૂ યર અને ઉત્તરાયણના તહેવારોમાં સજાગ તેમજ સાવચેત રહે . લોકોની નારાજગીની ચિંતા રાજય સરકાર ના કરે અને રાજયમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકે . દિવાળીની જેમ કોરોનાના કેસો પર કાબૂ મેળવવાની પ્રક્રિયા પર ન્યૂ યર અને ઉત્તરાયણની ઉજવણીથી પાણી ફરી ના જાય .

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હાઈકોર્ટની આકરી ટકોર બાદ રાજય સરકારે તાત્કાલિક પગલાં લેતા આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે . બીજી તરફ કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હજુ રાબેતા મુજબ શરૂ નથી થઈ અને કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાં ફેલાયેલું હોવાથી પતંગ મહોત્સવમાં આવતા વિદેશી પતંગબાજો પણ આવશે કે કેમ તે અંગે શંકાઓ સેવાતી હતી . ઉલ્લેખનીય છે કે રાજય સરકારે અગાઉ આ વર્ષના વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને પણ રદ કરવાની જાહેરાત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *