GUJARAT INDIA

અહીં 90 વર્ષ જુના વડમાં દાદાએ આપ્યા દર્શન, દર્શન માટે લોકોના ટોળા ઉમટ્યા-જુઓ દાદાની તસવીરો

સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાનજીના મંદિરો આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર જોવા નહિ મળે. વઢવાણમાં અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વઢવાણના ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે. આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા.

સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *