INDIA SPORT

ભારતે આ બે યુવા ખેલાડીઓને ટેસ્ટમાં પહેલીવાર રમાડયા, જાણો કોના સ્થાન પર રમાડશે

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા આગામી બૉક્સિંગ ડે ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરી છે, ખાસ વાત છે કે કોહલીની ગેરહાજરી વાળી આ ટીમ અજિંક્યે રહાણેની આગેવાનીમાં કાંગારુ ટીમ સામે ટકરાશે.

વિરાટ કોહલી વિનાની ભારતીય ટીમમાં અજિંક્યે રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, વળી આ ટીમમાં વિકેટકીપર તરીકે ઋષભ પંતની એન્ટ્રી થઇ છે.

જે ચાર ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ ડેબ્યૂ કરી રહ્યા છે. જેમાં શુભમન ગિલને ટીમમાં પૃથ્વી શોની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. પૃથ્વી શો છેલ્લા ઘણાં સમયથી ફોર્મમાં નથી અને તેનું નબળું પ્રદર્શન યથાવત છે. જ્યારે મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *