INTERNATIONAL

વિશ્વમાં પહેલીવાર બન્યો અજીબ કિસ્સો, બાળકના નાળમાં પહોંચ્યું પ્લાસ્ટિક અને પછી…

દુનિયામાં પહેલીવાર અજન્મેલા શિશુઓના નાળમાં માઈક્રોપ્લાસ્ટિક પહોંચવાનું માલૂમ પડ્યું છે. આ એક મોટી ચિંતાનો વિષય છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, માઈક્રોપ્લાસ્ટિક કણ ઝેરીલા પદાર્થોના સંવાહકના રૂપમાં કાર્ય કરી શકે છે.

ભ્રૂણના વિકાસમાં પ્લેસેંટા(નાળ)ની મહત્વની ભૂમિકા હોય છે. તેના દ્વારાજ માનવ ભ્રૂણમાં ઓક્સિજન પહોંચાડે છે. માઈક્રોપ્લાસ્ટિકના કણોમાં પૈલેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવી ઝેરીલી ભારે ધાતુઓ સામેલ હોય છે. રિસર્ચર્સે સ્પષ્ટ કર્યુ છે કે, માઈક્રોપ્લાસ્ટિકના કણ ભ્રૂણના વિકાસને પ્રભાવિત કરી શકે છે. ભવિષ્યમાં બાળકની ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર પાડી શકે છે.

રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, નાળમાં મળેલ માઈક્રોપ્લાસ્ટિક સિન્થેટિક યોગિકોથી યુક્ત છે. શોધમાં 18 થી 40 વર્ષની 6 સ્વસ્થ મહિલાઓના પ્લેસેંટાનુ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી 4માં માઈક્રોપ્લાસ્ટિક કણ મળી આવ્યા છે. તેમાં કુલ મળીને 5 થી 10 માઈક્રોન આકારના 12 માઈક્રોપ્લાસ્ટિકના ટુકડા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *