INDIA Uncategorized

દેશના ગૃહ મંત્રાલયે આ તારીખ સુધી લંબાવી કોરોનની ગાઇડલાઇન અને લોકોને કરી આ મહત્વની અપીલ

કોરોના વાયસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 જાન્યુઆરી સુધી ગાઈડલાઈન લંબાવી છે. ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્ટેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વધારે સાવધાની રાખવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનથી સતર્ક રહેવાની જરૂર છે.

કેંદ્રીય ગૃહ મંત્રાલય સોમવારે કહ્યું કે, દેશમાં ગત દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસ અને નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે તેમ છતાં દુનિયામાં કોરોના સંક્રમણના વધતા કેસો અને તેના નવા પ્રકારને જોતા સતત સાવધાની રાખવાની જરૂર છે.

એક દિવસમાં કોરોનાના 20,021 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસો વધીને આજે 1,02,07,871 થઈ ચુક્યા છે. જેમાં 97.82 લાખથી વધારે લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *