GUJARAT INDIA

પીએમ મોદી ફરી આવશે ગુજરાત, જાણો શું કરશે મોટું કામ

પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. પીએમના સંભવિત ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયાના નવનિર્મિત રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી શકે છે.

રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણથી ચાર પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેવી શક્યતા છે. હાલમાં કેવડિયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણને લઇને તૈયારીઓ ચાલી રહી છે.

પીએમ મોદી અટલ સરોવરની નજીક તા-1-1-2021ના રોજ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ભૂમી પૂજન અને લોકાર્પણ કરશે, આ પ્રોજકેટ પણ ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જેમાં મહાનગરપાલીકા દ્વારા અંદાજીત 1344 આવાસનું નિર્માણ પણ થવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *