Uncategorized

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઈને મોટા સમાચાર, જાણો કઈ તારીખ સુધી લંબાવ્યું અને શું રહેશે સમય

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરની જનતા માટે રાહતના સમાચાર છે. રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે રાહત તો આપી છે પરંતુ કર્ફ્યૂને લંબાવી પણ દીધું છે. આ સાથે રાત્રિ કર્ફ્યૂને 14 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

આ અગાઉ રાત્રિનાં 9થી સવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી પણ હવે પહેલી જાન્યુઆરીથી કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે તે સવારે છ વાગ્યા સુધી અમલી રહેશે. જેનાથી લાગી રહ્યું છે કે કોરોનાને નાથવા માટે સરકાર હજી પણ રાત્રિ કર્ફ્યૂં હટાવવાનાં મૂડમાં નથી.

ચારેય મહાનગરોમાં 1 જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *