GUJARAT

રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેકટરે ખેડૂતોને કરી આ ભલામણ, કહ્યું કે…

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર પણ સાવચેતીના ભાગરૂપે પરિપત્ર જાહેર કર્યો છે. જિલ્લા કલેકટરના પરિપત્ર અનુસાર પાકને નુકસાન ન થાય તે માટે
એપીએમસી, ખેતપેદાશો,ઘાસચારા સહિત ના જથ્થાને સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનમાં વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ હવામાન નો ફોટો આવ્યો હતો અને ઠેર ઠેર ભારે વરસાદ થયો હતો.

આ દરમિયાન ફરી 2 અને 3 જાન્યુઆરીએ માતાની શક્યતાના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધવાના એંધાણ થયાં છે. અમદાવાદ જિલ્લામાં પણ આ સમય વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *